ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસમાં રોજેરોજ નવા ફીચર્સ આવી રહ્યા છે. હાલમાં જ વોટ્સએપે પોતાના વેબ આધારિત પ્લેટફોર્મમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો હતો અને ગ્રુપ સ્ટીકર જેવા ફીચરને લાવવાની તૈયારીમાં હતું પરંતુ હવે નવા રિપોર્ટ મુજબ કંપની યૂઝર્સ માટે એવું ફીચર લઈને આવી રહ્યું છે જેનાથી તેઓ વોટ્સએપની થીમ બદલી શકશે.