WhatsApp આપણા જીવનનો મહત્વનો ભાગ બની રહ્યું છે. યૂઝર્સ આના દ્વારા દરેક નાની-મોટી વાત સરળતાથી શેર કરી શકે છે. યુઝર્સ જ્યારે ઇચ્છે ત્યારે લોકેશન, ફોટો, કોન્ટેક્ટ જેવી તમામ વસ્તુઓ એકબીજાને મોકલી શકે છે. જો કે, વોટ્સએપ પર એક જ ટેપથી બધું જ ચપટીમાં થઈ જાય છે, પરંતુ વિચારો કે તમારે મેસેજ કરવા માટે સ્માર્ટફોનમાં ટાઈપ પણ ન કરવું પડે તો?