ટેક્સ્ટ મેસેજની સાથે આ નવું અપડેટ વોટ્સએપમાં ફોટો, વીડિયો અને ઓડિયો ફાઇલ માટે પણ હશે. એટલે કે ફોટો, વીડિયો અને ઓડિયો ફાઇલ પણ જો પાંચ વખતથી વધારે ફોરવર્ડ કરવામાં આવે છે તો તેના પર ‘frequently forwarded’નું લેબલ આવશે. વોટસ્એપનું કહેવું છે કે આ ફિચરમાં એ નહીં બતાવવામાં આવે કે કોઇપણ મેસેજ કેટલી વખત ફોરવર્ડ કરવામાં આવ્યો છે. કારણકે સાચો નંબર એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટ થાય છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લેટેસ્ટ અપડેટ બનાવટી સમાચાર અને અફવાઓ અટકાવવા માટે રજૂ કરવામાં આવ્યું છે. આ સુવિધાનું પરીક્ષણ આ વર્ષે માર્ચથી કરવામાં આવી રહ્યું હતું, જેની માહિતી WABetaInfo દ્વારા પહેલેથી જ આપવામાં આવી છે. વેબીટિંફોએ ટ્વીટ સાથે ફોટો પણ શેર કર્યો છે, જેમા જોઈ શકાય છે કે આ સુવિધા કેવી રીતે કાર્ય કરશે
WABetaInfo એ કહ્યું કે આ નવી સિસ્ટમ સાથે યૂઝર્સ એક સાથે અનેક ઉપકરણો પર એક જ એકાઉન્ટમાં લોગીન કરી શકશે. નવું WhatApp UWPથી સરળ બનશે. આ સાથે યૂઝર્સોના મેન એકાઉન્ટ આઇપેડ પર આઇફોનથી અનઇન્સ્ટોલ કર્યા વિના ચલાવી શકાય છે. ઉપરાંત, એકાઉન્ટ Android અને iOS ઉપકરણો પર ચલાવી શકાય છે. આ ઉપરાંત જો ફોનમાં ઇન્ટરનેટ ન હોય તો પણ વેબ પર વોટ્સએપ યુડબ્લ્યુપી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે.