WhatsAppની થર્ડ પાર્ટી એપ GB WhatsApp અને WhatsApp Plus ઉપયોગ કરવા પર વોટ્સએપ આપને ટેમ્પરરી બેન (Temporary Ban) કરી દે છે. જો એવું થાય છે તો આપને એવી એપ્સનો ઉપયોગ કરતી વખતે નોટિફિકેશન મળશે, જેમાં લખ્યું હશે ‘Your Account is temporary banned’. કંપની આવું એટલા માટે કરે છે કારણ કે બંને વોટ્સએપના ઓફિશિયલ વર્જન નથી પરંતુ થર્ડ પાર્ટી એપ્સ છે.
Whatsapp Plusથી આવી રીતે અસલી WhatsApp પર સ્વિચ કરો : જો તમે વોટ્સએપ પ્લસનો ઉપયોગ કરી રહ્યા છો અને આપની ચેટ હિસ્ટ્રી પહેલાથી સેવ થઈ રહી છે તો આપમેળે ઓફિશિયલ વોટ્સએપ પર ટ્રાન્સફર થઈ જશે. તમે પ્લે સ્ટોર ઓફિશિયલ વોટ્સએપ ડાઉનલોડ કરો અને ફોન નંબર વેરિફાય કરો. ત્યારબાદ તમે ઓફિશિયલ વોટ્સએપ યૂઝ કરી શકો છો.