

વ્હોટ્સએપ (WhatsApp) થોડા જ સમયમાં પોતાનું સૌથી જરૂરી ફીચર ‘Disappearing Message’ લાવવાની તૈયારીમાં છે. WABetaInfo એ જણાવ્યું કે, આ ફીચરને કંપની પોતાના આવનારા અપડેટ સાથે લાવશે. પરંતુ ફીચર આવતા પહેલા WABetaInfo એ આ અંગે ઘણી જાણકારી શેર કરી છે. જેનાથી ખબર પડે છે કે આ ફીચર કઇ રીતે કામ કરે છે. આઓ જાણીએ આ અંગે આપેલી વિસ્તૃત જાણકારી અંગે ...


WABetaInfo એ જણાવ્યું કે, તમે સાત દિવસ સુધી મેસેજ ખોલતા નથી તો મેસેજ ગાયબ થઇ જશે. પરંતુ જો તમે નોટિફિકેશ પેનલ ક્લિયર નથી કર્યું તો તમે ત્યાંથી મેસેજ જોઇ શકશો.


આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે, જો યૂઝર કોઇ ડિસઅપિયરિંગ મેસેજને quote કરીને જવાબ આપે છે તો સાત દિવસ બાદ quoted text ચેટમાં રહેશે. આ સાથે Disappearing Messageને કોઇ એવા મિત્રને ફોરવર્ડ કરો છો જેનું Disappearing Message ફીચર ઓફ છે, તો તેની પાસેથી આ મેસેજ ગાયબ નહીં થાય.


મળતી જાણકારી પ્રમાણે, જો આ ઓપ્શન સિલેક્ટ કર્યાં બાદ મેસેજ ડિલીટ થતાં જૂના મેસેજ તમને જોવા મળશે નહીં. જો તમે ચેટનો બેકઅપ લીધો હશે તો ગુગલ ડ્રાઈવમાં તમે મેસેજ જોઈ શકશો. પણ જો તમે તેને રિસ્ટોર કરવા ઈચ્છતા હશો તો તે શક્ય નહીં થઈ શકે, કેમ કે મેસેજ ડિલીટ થઈ ચૂક્યો હશે. જો કે, વોટ્સએપ દ્વારા આ Disappearing Messagesને ફોરવર્ડ અને સ્ક્રીનશોટ લેવાનો ઓપ્શન આપે છે. આ ઉપરાંત વોટ્સએપ તમને disappearing images and videos પણ સેવ કરવાનો ઓપ્શન આપે છે.


ખાસ વાત એ છે કે, યૂઝર્સ ગાયબ થનારા મેસેજને Forward અને Screenshot લઇ શકે છે. આ ઉપરાંત યૂઝર્સ Disappearing Image અને Videoને પોતાના કેમેરા રોલમાં પણ સેવ કરી શકે છે. આ માટે Save to Camera Roll ઓપ્શન મળશે. જેને તમારે મેન્યુઅલી Enable કરવુ પડશે. રિપોર્ટ પ્રમાણે Disappearing Messages फीचर iOS, Android, KaiOS અને Web/Desktop યૂઝર્સ માટે હશે