બોલિવૂડમાં હાલમાં ડ્રગ્સ મામલે એક પછી એક અનેક નવા ખુલાસા થયા છે. વર્ષો પહેલાની ચેટ બહાર આવી છે. અને તેનાથી સારા અલી ખાનથી લઇને દિપીકા પાદુકોણ, રિયા ચક્રવર્તી જેવા અનેક સેલેબ્રિટીની મુશ્કેલીઓ વધી છે. આ જૂની વોટ્સઅપ ચેટ આ સેલેબ્રિટીઓની મુશ્કેલી વધારી છે. અને રોજ આ મામલે નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બીજી તરફ વોટ્સઅપ સતત કહી રહ્યું છે કે તેના મેસેજ એન્ડ ટૂ એન્ડ ઇનક્રિપ્ટેડ છે. તો પછી ડિલિટ કરવામાં આવેલી આ વર્ષો જૂની ચેટ આખરે કેવી રીતે બહાર આવી. જો આ સવાલ અને તમારી ચેટની પ્રાઇવસી કેટલીક આ વાત પર તમને મનમાં સવાલ ઊભા થઇ રહ્યા હોય તો આ લેખ વાંચો.
ચેટિંગ કેટલી રિસ્કી? પ્રાઇવેસી પોલીસી ચે કંપનીઓના પક્ષમાં છે. ચેટિંગ હેક કરવી ટેકનીકલી રીતે મુશ્કેલ નથી. સરકારી એજન્સી આ પર નજર રાખી શકે છે. આ માટે યુઝર્સ ખબર નથી હોતી અને તેની તપાસ થતી હોય તેવા પણ કિસ્સા આવ્યા છે. ચેટિંગ પ્લેટફોર્મ તમારા મેટાડેટા લે છે. કંપની યુઝર્સની પ્રોફાઇલિંગ પણ કરે છે. મોટાભાગના મેસેન્જર વિદેશથી સંચાલિત છે. જ્યાં ફ્રી ચેટિંગ સર્વિસના ડેટાથી કમાણી થતી હોય છે.
વોટ્સઅપની સફાઇ- વોટ્સઅપ હંમેશા કહેતું આવ્યું છે કે તેના મેસેજ end-to-end encryption હોય છે. તેનું કહેવું છે કે આ વાતની જાણકારી જે બે લોકો વચ્ચે મેસેજ થયા ખાલી તેમને જ હોય છે. વોટ્સઅપ પોતે પણ આ મેસેજ નથી વાંચી શકતું. વોટ્સઅપ ખાલી ફોન નંબર લે છે. અને ઓપરેટિંગ સિસ્ટમના હિસાબે તેનું કહેવું છે કે અમારી સુરક્ષા પાકી છે.