WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે એન્ડ્રોઇડ ફોન પર ચેટ ટ્રાન્સફર કરવાનું સરળ બનાવશે. આવનારા નવા ફીચર હેઠળ, યુઝર્સ માત્ર એક જ ટેપથી તમામ ચેટ્સને નવા ફોનમાં ટ્રાન્સફર કરી શકશે. એવું જણાવવામાં આવ્યું છે કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp સેટિંગ્સ ટેબમાં એક નવા વિકલ્પ પર કામ કરી રહી છે જે વપરાશકર્તાઓને ક્લાઉડનો ઉપયોગ કર્યા વિના જૂના એન્ડ્રોઇડ ફોનથી નવામાં ચેટ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપશે.