

હાલના સમયમાં વોટ્સઅપ (Whatsapp) સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. ફેસબુકના સ્વામિત્વ વાળા આ પ્લેટફોર્મના દુનિયાભરમાં 200 કરોડથી વધુ યુઝર્સ છે. લોકડાઉન (Lockdown) દરમિયાન વૉટ્સઅપ વાતચીત કરવાનો સૌથી સરળ વિકલ્પ બની ગયો હતો. અને સાથે જ વીડિયો કૉલ, ગ્રુપ કૉલ જેવી સુવિધાઓ લોકોને લોકડાઉનમાં પણ એકબીજા સાથે જોડી રાખ્યા હતા. જો કે આ લોકપ્રિયતાના કારણે આ મેસેજિંગ એપનો ઉપયોગ હૈકર્સ દ્વારા ખોટી સૂચના ફેલાવવા માટે પણ થાય ચે. અને વૉટ્સઅપ પર છેતરપીંડીના પણ અનેક કેસ બહાર આવે છે.


આ લોકો પહેલા એક મેસેજ મોકલે છે. જેમાં 6 અંકાનો કોડ યુઝરની ઓળખ વેરિફિકેશના નામે શેર કરવાનું કહે છે. જે મૂળ રૂપે વ્હોટ્સઅપ દ્વારા લોગ-ઇન ખાતામાં ઉપયોગમાં લેવાતો એક ઓટીપી છે. Whatsapp ઓફિસિયલ ટીમ સમજીને લોકો સરળતાથી આ કોડ તેમને જણાવી દે છે.


ટૂ સ્ટેપ વેરિફિકેશન કોડનો કરો ઉપયોગ. તમે તમારા વૉટ્સઅપ એકાઉન્ટ પર ટૂ સ્ટેપ વેરિફિકેશન કોડનો ઉપયોગ કરો, જેથી કોઇના હાથમાં તમારું સિમ કાર્ડ કે વેરિફિકેશન કોડ આવી પણ જાય તો તે તેનો ખોટો ઉપયોગ ન કરી શકે.


હવે અહીં સરળ સ્ટેપ સમજો કે જો તમારું વોટ્સઅપ એકાઉન્ટ હેક થયું હોય તો તેને રિકવર કેવી રીતે કરવું. હૈક કરવામાં આવેલા વોટ્સઅપ એકાઉન્ટને રિકવર કરવા માટે સૌથી પહેલા પોતાના ફોન નંબરથી ફરથી વોટ્સઅપમાં લોગ ઇન કરો. તે પછી તમને SMSમાં 6 આંકડાનો વેરિફિકેશન કોડ મળશે. આ કોડથી તમે જેવા જ લોગ ઇન કરો છો તો હેકર તમારા એકાઉન્ટથી લોગ આઉટ થઇ જાય છે.


જો ફરીથી તમારા હેકર તમારા વોટ્સઅપ એકાઉન્ટ સુધી પહોંચવા માટે ટૂ સ્ટેપ વેરિફિકેશન કોડ યુઝ કરશે તો તમને કોડને એન્ટર કરવાનો મેસેજ આવશે. અને તમને તમારું એકાઉન્ટ ઠીક કરવા માટે સાત દિવસની રાહ જોવી પડશે. પોતાના વોટ્સઅપ એકાઉન્ટથી હૈકર્સની બચવા માટે એક્ટિવ કોડ કોઇની પણ સાથે શેર ન કરો, આ સિવાય ટૂ સ્ટેપ વેરિફિકેશન કોડને એક્ટિવ કરવાનું ન ભૂલો.