

આજ એટલે કે 23 એપ્રિલ 2019ના રોજ આઈપીએલની શરૂઆત થઈ રહી છે. આ સીઝનની પહેલી મેચ ચેન્નઇ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે સાંજે 8 વાગ્યાથી રમાશે. આઈપીએલને લઈને લોકોની દિવાનગી ઘણી વધુ છે તેથી તેની કોઈ પણ મેચનો કોઈ મિસ નહીં કરવા માંગતું. પરંતુ અનેક લોકો પોતાના કામમાં વ્યસ્ત હોવાના કારણે ટીવી પર મેચ નથી જોઈ શકતા કે પછી ટીવી સુધી તેમની પહોંચ નથી અને મેચ મિસ કરવાનું તેમને ખૂબ જ દુ:ખ થાય છે. તેથી અમે વિચાર્યું કે આપને કેટલીક એવી એપ્સ વિશે જણાવીએ જેની પર તમે સરળતાથી IPLનું લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકો છો અને તમે કોઈ મેચ મીસ નહીં થાય. તો ચાલો જાણીએ કઈ છે એ એપ્સ...


Hotstar-હોટસ્ટાર એપ ઉપરાંત તેની સાઇટ ઉપર પણ મેચ જોઈ શકાય છે. હોટસ્ટાર એપ iOS અને Android બંને પર ઉપલબ્ધ છે. તમે તેની પર IPLની ફ્રીમાં મજા લઈ શકો છો. પરંતુ તે તમને પાંચ મિનિટ મોડી જોવા મળશે. જો તમે સમગ્રપણે રિયલ ટાઇમમાં મેચ જોવા માંગો છો તો આપને તેની પ્રીમિયમ સર્વિસને સબસ્ક્રાઇબ કરવી પડશે જેના માટે તમારે આખા વર્ષ માટે 999 રૂપિયા અને મહિના માટે 199 રૂપિયા આપવા પડશે.


Jio TV- જો તમે જિયોના ગ્રાહક છો તો તમે પણ ફ્રીમાં આઈપીએલની મેચો જોઈ શકો છો. આ સર્વિસનો લાભ ઉઠાવવા માટે આપને સૌથી પહેલા Jio TV એપ ડાઉનલોડ કરી પોતાના ફોનથી લોગિન કરવું પડશે અને ત્યારબાદ તમે આઈપીએલની તમામ મેચનો લાભ ઉઠાવી શકશો.