, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એટલે કે આઈપીએલ આજથી (19 સપ્ટેમ્બર) શરૂ થઈ રહી છે. આઈપીએલ 2020ની પ્રથમ મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. જો તમે ક્રિકેટ પ્રેમી છો અને આઈપીએલ 2020 (IPL 2020) જોવા ઇચ્છતા હોવ તો ટેલિકોમ કંપનીઓ ઘણી પ્રીપેડ યોજનાઓ આપી રહી છે. જેનાથી ગ્રાહકો મફતમાં આઈપીએલની મજા લઇ શકે. રિચાર્જ પ્લાન (recharge plan) વિશે વાત કરીએ તો રિલાયન્સ જિયો (reliance JIO) અને ભારતી એરટેલ (airtel) બંને આવી અનેક યોજનાઓ ઓફર કરે છે. જેની સાથે Disney+ Hotstar VIP સબ્સ્ક્રિપ્શન મફત આપવામાં આવે છે. મહત્વનું છે કે, આઈપીએલની પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે.
Airtelનો વર્ષ ચાલનારો પ્લાન - એરટેલની બીજી યોજના વિશે વાત કરવામાં આવે તો તે 365 દિવસની માન્યતા સાથે આવે છે. આ પ્લાનની કિંમત 2698 રૂપિયા છે. આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2 જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે. આ યોજના બધા નેટવર્ક્સ માટે ફ્રી કોલિંગની સાથે સાથે વપરાશકર્તાઓને Disney+ Hotstar VIPનું એક વર્ષ સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.