WARNING! ભૂલથી પણ ઈન્સ્ટોલ ન કરતા Windows 10નું નવું અપડેટ, થશે આવી મુશ્કેલીઓ
11 ફેબ્રુઆરીએ માઈક્રોસોફ્ટ પેચ ટ્યૂસડે પ્રોગ્રામની જેમ લાખો વિન્ડોઝ 10 યુઝર્સને પણ KB4532693 અપડેટનું નોટિફિકેશન મોકલવામાં આવ્યું છે. પરંતુ આ અપડેટને ઈન્સ્ટોલ કર્યા પછી યુઝર્સને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.


નવી દિલ્હીઃ માઈક્રોસ્ટોફ્ટએ (microsoft windows 10) ગત સપ્તાહે windows 10નું નવું અપટેડ રજૂં કર્યું હતું. 11 ફેબ્રુઆરીએ માઈક્રોસોફ્ટ પેચ ટ્યૂસડે પ્રોગ્રામ (microsoft patch tuesday program)ની જેમ લાખો વિન્ડોઝ 10 યુઝર્સને પણ KB4532693 અપડેટનું નોટિફિકેશન મોકલવામાં આવ્યું છે. પરંતુ આ અપડેટને ઈન્સ્ટોલ કર્યા પછી યુઝર્સને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જે આ અપડેટથી યુઝર્સને વિન્ડોઝ એકાઉન્ટ (windows account)આપમેળે ટિલિટ થઈ જશે. (પ્રતિકાત્મક તસવીર)


એટલું જ નહીં ઓરિજનલ એકાઉન્ટની જગ્યાએ ટેમ્પરરી એકાઉન્ટ એક્ટિવેટ થઈ રહ્યા છે. એટલું જ નહીં આના વગર કોઈ વોર્નિંગથી યુઝર્સનો બધો જ ડેટા, એપ્સ ડિલિટ થઈ રહી છે. જોકે, આ અપડેટને uninstall કરીને કમ્પ્યુટર/લેપટોરને અનેક વખથ રિસ્ટાર્ટ (restart) કર્યા પછી યુઝર્સનું અસલી એકાઉન્ટ રિસ્ટોર થઈ રહ્યું છે. પરંતુ આ રીત દરેક યુઝર્સ માટે કામ નહીં કરે. (પ્રતિકાત્મક તસવીર)


વિન્ડોઝ 10 અપડેટમાં આવેલી આવી ગડબડી અંગે અનેક યુઝર્સે ગુસ્સો વ્યક્ત કરી ફરિયાદ કરી છે. એક યુઝર્સે લખ્યું છે કે, 'લેટેસ્ટ અપડેટ માટે આભાર માઈક્રોસોફ્ટ, જેણે મારા સિસ્ટમમાં બધા જ સેટિંગ ડિલિટ કરી દીધા છે. સિસ્ટમમાં બધું જ બેસિક સેટિંગ ઉપર આવી ગયું છે. (પ્રતિકાત્મક તસવીર)


મારા બધા જ પ્રોગ્રામની જાણકારી અને સેટિંગ પણ ડિલિટ થઈ ગઈ છે.' સિસ્ટમ એપ્સના પ્રોગ્રામ પણ ડિલિટ થઈ ગયા છે. આ ઉપરાંત કિબોર્ડ સેટિંગ, ભાષા, સ્ક્રીન રિજોલ્યૂશન પણ ગાયબ થઈ ગયું છે. અપડેટ પણ બંધ થઈ ગયું છે. (પ્રતિકાત્મક તસવીર)


માઈક્રોસોફ્ટે ભૂલ સ્વીકારીઃ- માઈક્રોસોફ્ટે આ પરેશાની ઉપર નિવેદન આપતા કહ્યું હતું કે, તેમનાથી મોટી ભૂલ થઈ છે. આ ઉપરાંત માઈક્રોસોફ્ટના એન્જિનિયર્સ આ ભૂલ અંગેનું સમાધાન શોધવા ઉપર કામ કરી રહ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)


આ પહેલા માઈક્રોસોફ્ટે સિક્યોરિટી અપડેટ KB4524244ને ડિલિટ કર્યું હતું. જેનાથી કમ્પ્યુટરમાં બગ આવી રહ્યા હતા. આ અપડેટથી ‘Push Button Reset’માં મુશ્કેલીઓ મળી હતી. પરંતુ જે નવી મુશ્કેલીઓનો યુઝર્સ રિપોર્ટ કરી રહ્યા છે એ જૂની તકલીફથી અનેક ઘણી વધારે છે. આનાથી યુઝર્સની મોટી સંખ્યામાં ફાઈલ ડિલિટ થઈ રહી છે. હવે જોવાનું એ છે કે, માઈક્રોસોફ્ટ આ મુશ્કેલીને ક્યાં સુધી ફિક્સ કરે છે. (પ્રતિકાત્મક તસવીર)