

નવી દિલ્હી : દૂરસંચાર સેવા પૂરી પાડતી વોડાફોન આઇડિયા લિમિટેડ (Vodafone Idea Ltd.)એ પોતાની તમામ પોસ્ટપેડ (Postpaid) સર્વિસ પોતાની પ્રિમિયમ તથા મહાત્વાકાંક્ષી બ્રાન્ડ હવે માત્ર વોડાફોન રેડ હેઠળ રજૂ કરવાની જાહેરાત કરી છે. તેમાં આઈડિયાની પોસ્ટપેડ સેવાઓ પણ સામેલ છે.


કંપનીએ ગુરુવારે જાહેરાત કરતાં કહ્યું કે તેની શરૂઆત મુંબઈથી કર્યા બાદ આગામી થોડાક મહિનામાં ચરણબદ્ધ રીતે તેને તમામ સર્કલમાં રજૂ કરવામાં આવશે.


તેનાથી દરેક સર્કલમાં વોડાફોન રેડ પોસ્ટપેડ પ્લાન, વોડાફોન અને આઈડિયા બંને બ્રાન્ડ્સની ડિજિટલ ચેનલો ઉપરાંત તમામ સ્ટોર પર કસ્ટમર્સ માટે ઉપલબ્ધ હશે. તેમાં આઇડિયા બ્રાન્ડની પોસ્ટપેડ સેવા આઇડિયા નિર્વાણાના તમામ કસ્ટમર્સ વોડાફોન રેડ પ્લન પર આવી જશે. આ ફેરફાર આઇડિયાના એન્ટરપ્રાઇઝ પોસ્ટપેડ કસ્ટમર્સને પણ લાગુ પડશે.


વોડાફોન આઇડિયાના માર્કેટિંગ ડાયરેક્ટર અવનીશ ખોસલાએ કહ્યું કે, અમે અમારી કંપનીની થીમના આધારે પોતાની પોસ્ટપેડને વોડાફોન રેડ બ્રાન્ડ હેઠળ રાખવામાં આવી છે. કસ્ટમર્સ માટે વિભિન્ન કિંમતો પર ઉપલબ્ધ વ્યાપક પ્લાન્સની સાથે કસ્ટમર્સ સારામાં સારી દૂરસંચાર સેવાઓનો લાભ ઉઠાવી શકે છે.


નોંધનીય છે કે, એક દિવસ પહેલા જ વોડાફોને સ્ટૉક ફાઇલિંગમાં કહ્યું હતું કે કંપનીની સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. આવી સ્થિતિમાં તેને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ મારચે રાહતની આશા છે. વોડાફોન ભારતમાં પોતાનો કારોબાર આદિત્ય બિરલા ગ્રુપની આઇડિયાની સાથે મળી કરે છે.