વીવી વી 15ની નવી સીરીઝનો નવો સ્માર્ટફોન વીવી વી15 વેચાણ ભારતમાં શરૂ થઈ ગયુ છે. આ ફોન ફ્લિપકાર્ટ, એમેઝોન, પેટીએમ મોલ જેવી સાઇટ્સ પરથી ખરીદી શકાય છે. આ પહેલા આ ફોન પ્રી બુક કરાયો હતો. વિવોએ તેની વી-સિરીઝને વિસ્તાર કરતા ભારતમાં તેનો નવો વિવો વી 15 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. વી 15 પ્રોની જેમ વીવો વી15 માં પોપ-અપ સેલ્ફી કેમેરા અને 48 મેગાપિક્સલ કેમેરા ધરાવતો રિયર કેમેરો છે. આ ઉપરાંત ફોનમાં 6 જીબી રેમ આપવામાં આવી છે.
આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે Android Pie 9.0 આધારિત ફંક્શન ઓએસ છે. વીવી વી 15માં 6.53 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે, ડેનુ 10 રિઝોલ્યુશન 80x2340 પિક્સેલ્સ છે. આ ઉપરાંત આ ફોનમાં મીડિયાટેક હીલિયો પી 70 પ્રોસેસર, 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ છે. જેમા 256 જીબી સુધી મેમરી કાર્ડની મદદથી વધારી શકાય છે. ફોનની બેક પેનલ પર ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે.