ચીનની સ્માર્ટફોન ઉત્પાદક વિવોએ આજે તેનો નવો સ્માર્ટફોન વિવો વી 15 પ્રો ને લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન દિલ્હીમાં યોજાયેલી એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. વિવો વી 15 પ્રો સ્માર્ટફોનની સૌથી વિશેષ સુવિધા 32 મેગાપિક્સલનો પૉપ-અપ સેલ્ફી કૅમેરો છે.
2/ 5
ગયા અઠવાડીયે આ વિવો વી 15 પ્રો ને એમેઝોન પર લિસ્ટ કરવામાં આવ્યો હતો અને હવે તે ફ્લિપકાર્ટ પર ટીઝ કરવામાં આવ્યું છે. ટીઝરના ફ્રન્ટ અને બેકમાં ફોનની ડિઝાઇન જોઈ શકાય છે. આ ફોનમાં સૌથી વિશિષ્ટ વસ્તુ તેનો પોપ-અપ સેલ્ફી કૅમેરો છે.
3/ 5
ફ્લિપકાર્ટના ટીઝર પેઇઝ પર ફોનને અલગ અલગ રીતે બતાવવામાં આવે છે. આ ગ્રેડિએન્ટ ડિઝાઇન સાથે નજર આવી રહ્યો છે. તેમા 32 એમપી પોપ-અપ સેલ્ફી કેમેરા હશે. લીક થયેલી માહિતી અનુસાર, આ ફોન દુનિયાનો પહેલો સ્માર્ટફોન 32 મેગાપિક્સલનો પોપ-અપ સેલ્ફી કેમેરા સાથે નજર આવશે.
4/ 5
તે જ સમયે તેની પાછળ ટ્રીપલ કેમેરા સેટઅપ હોઇ શકે છે, જેનો પહેલો 48 મેગાપિક્સલ, બીજો 8 મેગાપિક્સલ અને ત્રીજો 5 મેગાપિક્સલનો હશે. ટીઝરને જોઇએ તો આ ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હશે.
5/ 5
તાજેતરના અહેવાલ ઉપરાંત વિવો વી 15 પ્રોમાં 6.39-ઇંચની પૂર્ણ-એચડી + સુપર એમોલેડ અલ્ટ્રા-ફુલવ્યુ ડિસ્પ્લે પેનલ અને ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર હશે. આ સાથે તેમાં 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ હોવાનો પણ સમાવેશ થાય છે આ ફોનની કિંમત 35000 રુપિયાની આસપાસ હશે.