ચાઈનીઝ મોબાઈલ નિર્માતા કંપની Vivoએ સ્વતંત્રતા દિવસને ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરવા માટે સ્પેશ્યલ સેલ શરૂ કર્યું છે. 72 કલાક સુધી ચાલનારા આ સેલને પ્રીડમ કાર્નિવલ નામ આપવામાં આવ્યું છે. આની ખાસ વાત એ છે કે, તમે Vivo દ્વારા હમણાં જ લોન્ચ કરવામાં આવેલો ફોન V9ને માત્ર રૂ. 1947માં ઘરે લાવી શકો છો. આ બંને ફોનની કિંમત હાલમાં બજારમાં રૂ. 44,990 અને રૂ. 22990 છે.
આ સિવાય તમે આ ત્રણ દિવસ સુધી ચાલનારા સેલમાં સિલેક્ટેડ સ્માર્ટફોન મોડલ્સ પર રૂ. 4000 સુધીની કેશબેક પણ મેળવી શકો છો. કંપની સ્માર્ટફોન ખરીદવા પર ગ્રાહકોને 12 મહિના માટે જીરો-કોસ્ટ EMIનું ઓપ્શન પણ આપી રહી છે. આ સાથે NEX, V9 અને X21ની ખરીદી કરવા પર ગ્રાહકોને રૂ. 1200 રૂપિયાની કિંમતવાળો એક બ્લૂટૂથ ઈયરફોન ફ્રીમાં મળશે. આ સિવાય તમે Vivo V7+ અને V7ની ખરીદી પર હજારો રૂપિયાની કુપન પણ મળી શકે છે.
આ છે Vivo Nex અને Vivo V9ના ફિચર - આ ફોનની સૌથી મોટી ખાસ વાત તેનો પોપ-અપ ફ્રંટ કેમેરા છે, જેને ફોનની પાછળ સંતાડી શકાય છે. આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે જેમાં 91.24 ટકા સ્ક્રિન-ટૂ-બોડી રેશિયો છે અને આનો શ્રેય ફોન બાદ પાતળા બેજલને જાય છે. આમાં 6.59 ઈંચ ફૂલ HD+ (1080x2316 પિક્સલ) સ્ક્રીન, લેટેસ્ટ કાલકોમ સ્નૈપડ્રેગન 845 પ્રોસેસર અને 8 જીબી રેમ છે. આ એક ડ્યુઅલ સીમ ફોન છે, જે એડ્રોઈડ 8.1 ઓરિયો બેસ્ડ ફનટચ ઓએસ 4.0 પર ચાલે છે.
Vivo V9ની વાત કરીએ તો, આ ફોનમાં iPhone Xની જેમ એક નોચ અને એઆઈ (આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ)સેલ્ફી ફિચર આપવામાં આવ્યું છે. આમાં ફૂલ સ્ક્રિન ડિસપ્લે, બે રિયર કેમેરા અને 24 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. આમાં ઓક્ટો-કોર કાલકોમ સ્નૈપડ્રેગન 626 પ્રોસેસર, 4 જીબી રેમ, 64 જીબી ઈન્ટર્નલ સ્ટોરેજ છે, જેમાં 256 જીબી સુધી વધારી શકાય છે.