Motorola Moto G52 આ મહિને યુરોપમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તે ભારતમાં 25 એપ્રિલે લોન્ચ થવા જઈ રહ્યો છે. તેની કિંમત લગભગ 20 હજાર રૂપિયા જણાવવામાં આવી રહી છે. ફોન બપોરે 12 વાગ્યે લાઇવ થશે. Moto G52ના સ્પેસિફિકેશન્સ પર નજર કરીએ તો ફોનમાં 6.6 ફુલ HD પ્લસ પેનલ છે અને ક્વાલકોમ સ્નેપડ્રેગન 680 ચિપ આપવામાં આવી છે. એન્ડ્રોઇડ 12 પર બેસ્ડ આ ફોનમાં 50 મેગાપિક્સલ ટ્રિપલ કેમેરા હશે. 30W ફાસ્ટ ચાર્જિંગ સાથે ફોનમાં 5000 mAh બેટરી મળી શકે છે.
Vivo X80 સિરીઝ 25 એપ્રિલે લોન્ચ થવા જઈ રહી છે. આ સિરીઝમાં Vivo X80, Vivo X80 Pro અને Vivo X80 Pro + મોડલ હોઈ શકે છે. તેની સાથે અન્ય સ્માર્ટફોન Vivo S15e પણ લોન્ચ થઈ શકે છે. સિરીઝમાં Qualcomm Snapdragon 8 Gen 1 SoC અને MediaTek Dimensity 9000 જેવા ચિપસેટ જોવા મળી શકે છે. તેમાં LTPO AMOLED ડિસ્પ્લે, જાઇસ કેમેરા સિસ્ટમ જેવા ફીચર્સ હોઈ શકે છે. તો Vivo S15e એક મિડ-રેન્જ સ્માર્ટફોન હોવાનું કહેવાય છે, જેમાં FHD+ 90Hz AMOLED ડિસ્પ્લે, Exynos 1080 ચિપ, 50MP ટ્રિપલ કેમેરા અને 66W ફાસ્ટ ચાર્જિંગ મળી શકે છે.
Xiaomi 12 Pro એ ભારતમાં Xiaomi (Mi) Pro સિરીઝનો પહેલો સ્માર્ટફોન હશે. તેને ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોન સાથે Xiaomi Pad 5 અને Xiaomi Smart TV 5A પણ લોન્ચ થઈ શકે છે. Xiaomi 27 એપ્રિલે ભારતમાં એક કોન્ફરન્સ યોજવા જઈ રહી છે જેને Xiaomi Spring Summer Flagship Event નામ આપવામાં આવ્યું છે. આ ઇવેન્ટ બપોરે 12 વાગ્યાથી કંપનીની યુટ્યુબ ચેનલ પર લાઇવ થશે.
iQOO 27 એપ્રિલે iQOO Z6 Pro 5G લોન્ચ કરવા જઈ રહ્યું છે, પરંતુ એવા સમાચાર છે કે કંપની તેની સાથે iQOO Z6 4G પણ લોન્ચ કરશે. iQOO Z6 Pro 5G એ FHD+ 90Hz AMOLED ડિસ્પ્લે અને Qualcomm Snapdragon 778G પ્રોસેસર સાથેનો મિડરેન્જ સ્માર્ટફોન હશે. તેમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સનો સપોર્ટ હશે. ફોનમાં 64MP ટ્રિપલ કેમેરા અને 66W ફાસ્ટ ચાર્જિંગ જોવા મળશે. iQOO Z6 4G એક બજેટ સ્માર્ટફોન હશે જેમાં Qualcomm Snapdragon 680 chip, FHD + AMOLED સ્ક્રીન, 50MP કેમેરા જેવા સ્પેસિફિકેશન્સ હશે.
Oneplus ભારતમાં 28 એપ્રિલે એક લોન્ચ ઈવેન્ટ કરવા જઈ રહી છે. કંપનીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર સાંજે 7.30 વાગ્યાથી લાઈવ જોઈ શકાશે. કંપનીએ પુષ્ટિ કરી છે કે લોન્ચ ઈવેન્ટમાં 2 સ્માર્ટફોન અને 1 વાયરલેસ ઈયરબડ્સ લોન્ચ કરવામાં આવશે. આ ફોનમાંથી એક OnePlus 10R હશે જે ચીનમાં લોન્ચ કરવામાં આવેલા OnePlus Aceનું ગ્લોબલ વર્ઝન છે. તેમાં Mediatek Dimensity 8100 ચિપ અને 150W ફાસ્ટ ચાર્જિંગ છે.