

ભારતે ચીનના 59 ચાયનીઝ એપ્સને પર પ્રતિબંધ (India Banned Chinese Apps) મૂક્યા પછી હવે અમેરિકા (America) અને ઓસ્ટ્રેલિયા (Australia)એ પણ Tiktok સમેત અનેક એપ્સને રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને બેન કરવાની તૈયારીમાં છે. ઓસ્ટ્રેલિયામાં જ્યાં સાંસદીય સમિતિએ જલ્દી જ આ પર મુહર લગાવવા જઇ રહી છે. ત્યાં જ અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પણ કહ્યું છે કે જલ્દી જ તે અનેક ચાઇનીઝ એપ્સ પર સુરક્ષા કારણોથી પ્રતિબંધ લગાવી શકે છે.


ભારતે સુરક્ષા કારણોના લીધે ટિકટોક, યુસી બ્રાઉઝર જેવા 59 એપ્સને બેન કર્યા છે. હવે ઓસ્ટ્રેલિયા અને અમેરિકા પણ રાષ્ટ્રીય સુરક્ષા અને યુઝર્સ ડેટાની સુરક્ષાને જોતા ટિકટોકને બેન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં 16 લાખથી વધુ લોકો ટિકટોકને યુઝ કરે છે. ઓસ્ટ્રેલિયા સીનેટર જેની મૈકએલિસ્ટરે કહ્યું કે ટિકટોક કંપનીના અધિકારીઓએ તપાસમાં સહયોગ આપવો જોઇએ.


ત્યાં જ ઓસ્ટ્રેલિયાઇ સ્ટ્રેટજિક પોલીસી સંસ્થાના એક્સપર્ટ ફર્ગસ રયાને કહ્યું કે ટિકટોક પૂરી રીતે પ્રોપેગેંડા અને માસ સર્વિલાંસ માટે છે. તેમાં ચીનની વિરુદ્ઘ આપતા વિચારોને સેન્સર કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના લિબરલ સાંસદ અને ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી કમેટીની અધ્યક્ષ એનડ્રૂ હૈસ્ટીએ ફેબ્રુઆરીમાં દાવો કર્યો હતો કે આ એપ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ છે. તેમણે કહ્યું કે ચીની ઇન્ટેલિજન્સ કાનૂન 2017 મુજબ ચીની સરકાર જ્યારે ઇચ્છે ત્યારે કંપનીઓને જાણકારી શેર કરવાનું પણ કહી શકે છે.


અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ પણ સોમવારે કહ્યું કે જલ્દી જ ચીનના અનેક સોશિયલ મીડિયા એપ્સ જેમાંથી એક ટિકટોક પણ છે તેના પર પ્રતિબંધ લાદવામાં આવશે. ફોક્સ ન્યૂઝ સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે અમે આ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ. અને જલ્દી જ કોઇ મોટો નિર્ણય આ મામલે લેવામાં આવશે.


પોમ્પિયોએ કહ્યું કે ભારતની જેમ જ અમેરિકા પણ ચાઇનીજ એપ્સ પર પ્રતિબંધ લગાવવો જોઇએ. અને તેની શરૂઆત ટિકટોકથી થવી જોઇએ. તેમણે કહ્યું કે અમે ચીની લોકો અને તેમની કંપનીનું સન્માન કરીએ છીએ. પણ રાષ્ટ્રીય સુરક્ષાથી સમજૂતી ના કરી શકીએ. તેમણે કહ્યું કે અમેરિકી લોકો અમેરિકી લોકોએ પણ આવા એપ્સનો ત્યારે જ ઉપયોગ કરવો જોઇએ જ્યારે તેમને એ વાતથી કોઇ ફરક ન પડતો હોય કે તેમની ખાનગી જાણકારી ચીની કંપનીઓ પાસે જઇ રહી છે.