

માઇક્રો બ્લૉગિંગ ટ્વિટર પર થયેલા સાઇબર અટેકના મામલે ટ્વિટરે એક સ્ટેંટમેન્ટ આપ્યું છે. જેમાં શરૂઆતી તપાસના આધારે કેટલીક અપટેડ જાહેર કરવામાં આવી છે. તેણે કહ્યું કે આ તે લોકોએ કર્યું છે જે અમારા કેટલાક કર્મચારીઓના એકાઉન્ટને ઇટર્નલ સિસ્ટમ્સ અને ટૂલ્સના સહારે સફળતાપૂર્વક ટાર્ગેટ કર્યા છે. કંપનીએ તે જાણવાનો પ્રયાસ કર્યો છે કે અટેકર્સે કેવી રીતે આ એકાઉન્ટનો ખોટો યુઝ કર્યો છે અને કેવી રીતે આ અંગે જાણકારી એક્સેસ કરી છે.


બુધવારે મોડી રાતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર અત્યાર સુધીનો સૌથી મોટો સાઇબર અટેક થયો. જેમાં અમેરિકાના અનેક હાઇ પ્રોફાઇલ લોકોના એકાઉન્ટ હેક કરી સામાન્ય લોકોથી બિટકોઇનના રૂપમાં પૈસા માંગવામાં આવ્યા. આ હુમલામાં એક ટેક દિગ્ગજ સહિત મોટો બિઝનેસમેન અને પોલિટિક્સિયન્સના એકાઉન્ટ પણ સામેલ હતા.


સેફ્ટીના કારમે એકાઉન્ટને લિમિટેડ એક્સેસ આપવામાં આવ્યું છે. આ મામલાની જાણકારી મળતા જ તમામ પ્રભાવિત એકાઉન્ટને તાત્કાલિક લૉક કરવામાં આવ્યા છે અને અટેકર્સ દ્વારા કરવામાં આવેલા તેમના ટ્વિટને પણ તરત જ ડિલિટ કરવામાં આવ્યું છે. કંપનીએ રિસ્ક ઓછો કરવા માટે આ મહત્વપૂર્ણ પગલું ઉઠાવીને ટ્વિટર એકાઉન્ટના કેટલાક ફંક્શનને લિમિટેડ કર્યા છે. અને જે વેરિફાઇડ એકાઉન્ટ્સ જેમાં હેકિંગ નથી થિ તેમાં પણ સેફ્ટી રીજન્સ હેઠળ લિમીટ કરવામાં આવ્યા છે.


જે લોકોના એકાઉન્ટને હેક કરવામાં આવ્યા છે તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, માઇક્રોસોફ્ટટના ફાઉન્ડર બિલ ગેટ્સ અને દુનિયાના સૌથી પૈસાદાર અને ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વારેન બફે પણ સામેલ છે. અકાઉન્ટ હેક કર્યા પછી તમામ એકાઉન્ટથી ટ્વિટ કરીને બિટકોઇન રૂપે જે પૈસા માંગવામાં આવ્યા છે.