TVS એ તાજેતરમાં તેનું કનેક્ટેડ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તેમાં SmartXonnect બ્લૂટૂથ મોડ્યુલ છે, જે નેવિગેશન, ઇનકમિંગ કોલ એલર્ટ અને મ્યુઝિક કંટ્રોલ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. આ ઉપરાંત, વૉઇસ આસિસ્ટ ફંક્શન પણ પેકેજનો એક ભાગ છે અને તે વૉઇસ કમાન્ડ સાથે આવે છે, જેનો ઉપયોગ નેવિગેશન માટે અથવા રાઇડ મોડ્સ બદલવા માટે કરી શકાય છે.
બાઇકના એન્જિન વિશે વાત કરીએ તો, તેમાં BS6 124.8cc સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન મળે છે. આ એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે અને 7,500rpm પર 11.2bhp પાવર અને 6,000rpm પર 11.2Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. આ બાઇક માત્ર 5.9 સેકન્ડમાં 0 થી 60 kmphની સ્પીડ પકડી શકે છે. તેની ટોપ સ્પીડને 99 kmphની રેટિંગ આપવામાં આવી છે.