મારુતિની અન્ય તાજેતરની લૉન્ચ બલેનો CNG છે, જે તેના પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં CNG વિકલ્પ સાથે આવનાર પ્રથમ કાર છે. તેમાં સ્વિફ્ટ અને ડિઝાયરની જેમ 1.2-લિટર પેટ્રોલ સીએનજી એન્જિન મળે છે. આ કાર 30.61 km/kg ની માઈલેજ આપી શકે છે. તે બે મોડલમાં ઉપલબ્ધ છે, જેની કિંમત રૂ. 8.28 લાખ અને રૂ. 9.21 લાખ એક્સ-શોરૂમ છે.
ટોયોટાએ તાજેતરમાં જ ગ્લાન્ઝાનું CNG વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. ટોયોટાની આ પહેલી કાર છે જે CNG વિકલ્પ સાથે આવે છે. Glanza CNG મિડ-લેવલ S અને G વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવી છે. તેમની કિંમત 8.43 લાખ રૂપિયા અને 9.46 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. કારમાં 1.2-લિટર 4-સિલિન્ડર K-સિરીઝ એન્જિન છે. આ કાર CNG સાથે 30.61 km/kg ની માઈલેજ આપવાનો દાવો કરે છે.