

Youtubeના સ્ટાર કેરીમિનાટી ( CarryMinati)ના ધ એન્ડગેમ(The End game)ને સાયબર બૂલીંગ એટલે કે ઇન્ટરનેટ પર છેડતી અને અભદ્ર વર્તનના આરોપસર યૂટ્યૂબે ઉતારી લેતા ધમાસાણ મચ્યું છે. Tiktok વિરુદ્દ Youtubeની લડાઈના ટાઇટલ હેઠલ આ વીડિયોમાં રોસ્ટર કેરીમિનાટીએ ટિકટોક વપરાશકર્તા ફૈઝલ અને આમીરની ધૂળ કાઢી હતી. કેરીમિનાટીનો આ વીડિયો ઐતિહાસીક રીચ સુધી પહોંચીને ઇન્ટરનેટ પરથી ડાઉન થઈ જતા હવે મહાભારત ખેલાયું છે. યૂટ્યૂબ અને કેરીમિનાટીના ચાહકોએ ભારતમાં Tiktokના પ્રતિબંધની માંગ સાથે ઇન્ટરનેટ પર જલદ આંદોલન કર્યુ છે. આ આંદોલનના કારણે ટિકટોકની માઠી બેસી હોય તેવી દશા છે.


20મી માર્ચે રાત્રે 9.00 વાગ્યા સુધીમાં ગુગલના પ્લેસ્ટોર (Google Plyastore) પર ટિકટોકનું રેટિંગ 1.3 સ્ટાર પર પહોંચ્યું છે. ટિકટોકને અનઇન્સ્ટોલ કરી અને ઘરભેગું કરવાના આ આંદોલનમાં વપરાશકર્તાઓ ગૂગલના પ્લેસ્ટોર પર જઈને તેનું રેટિંગ ડાઉન કરી રહ્યા છે.


આ યુદ્ધમાં કૂદી પડેલા ઇન્ટરનેટ યૂઝર્સે કોરોનાની મહામારી વચ્ચે દેશમાં જાણે કે ટિકટોક અને યૂટ્યૂબ જ મહત્ત્વના મુદ્દો હોય તેવો ઘાટ સર્જોય છે. ઇન્ટરનેટ પર Youtube VS Tiktokની લડાઈ ચરમસીમાએ પહોંચતા #TIktokban સાથે આંદોલન જલદ બન્યુ


ઇન્ટરનેટ પર ટિકટોકના પ્રતિબંધ સાથે ટિકટોકના સ્ટાર ફૈઝલનું એકાઉન્ટ બંધ થઈ ગયું છે. કથિત રીતે એસિડ એટેક (Acid Attack)ને પ્રમોટ કરતા તેના એક પોપ્યુલર વીડિયોના કારણે ટિકટોક દ્વારા તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.


Youtube VS Tiktokની લડાઈમાં કેરિમિનાટીના પક્ષે લોકચાહનાનો જુવાળ ફાટી નીકળ્યો છે. ટ્વીટર પર અનેક હેશટેગ સાથે લોકો તેનો ઉતરી ગયેલો વીડિયો પરત લાવવાની માંગણી કરી રહ્યા છે. જોકે, ટિકટોક જેવી માતબર એપ્લિકેશનના પાટીયા ભારતમાં ભીડાય જાય તે શક્ય નથી.


દરમિયાન આ લડાઈમાં કેટલાક ચાહકોએ અને યૂટ્યૂબર્સ જેમ કે ઇન્ડિયન ભાઉ દ્વારા પોતાનું ટિકટોક એકાઉન્ટ ડિલિટ કરી દીધું હોવાની પણ ચર્ચા છે. આ લડાઈ ક્યાં જઈને અટકશે તેની કોઈને કલ્પના નથી પરંતુ એક સ્થિતિ સ્પષ્ટ છે કે એક 21 વર્ષના યુવક અજય નાગર ઉર્ફે કેરિમીનાટી (Carryminati)ના સમર્થનમાં દેશનું ઇન્ટરનેટ ગાંડું થયું છે.