ટેક્નોલોજી ડેસ્ક: શોર્ટ વીડિયો મેકિંગ એપ ટિકટોક પર (TikTok) ભારતમાં પ્રતિબંધ લાગી ગયો છે. સરકારે આ ચીની એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પણ લોકોને ગુમરાહ કરવા માટે તેનાં અલગ અલગ વર્ઝનનાં મેસેજ આવી રહ્યાં છે. ખરેખરમાં કેટલાંક લોકો આવાં સંદિગ્ધ મેસેજ મળી રહ્યાં છે. જેમાં લખેલું હોય છે કે ટિકટોક ભારતમાં પરત આવી ગયું છે. અને SMSમાં TikTok Pro નામની apk ફાઇલની લિંક મોકલે છે. એવામાં ટિકટોકનાં ચાહકો આ ફોન ડાઉનલોડ કરવા લાગે છે. આવું કરવાથી તમારો અંગત ડેટા જોખમમાં મુકાઇ શકે છે.
આ મેસેજમાં લખેલું હોય છે કે, 'TikTok ઇન્ડિયામાં પરત આવી ગયો છે. નવાં ફિચર્સની સાથે હવે ફરીથી ક્રિએટિવ વીડિયો બનાવી શકાય છે. નીચે આપેલી લિંકથી ડાઉનલોડ કરો નવું (TikTok v1). આ મેસેજની સાથે એક લિંક પણ આપવામાં આવી છે. જે Apk ફાઇલ છે. આ લિંક પર ક્લિક કરવા પર Apk એપ્સનું સ્ટોર ખુલી જાય છે. જ્યાં યૂઝર્સ તેને અસલી ટિકટોક સમજીને ડાઉનલોડ કરી રહ્યાં છે.'
આ apk ફાઇલ ડાઉનલોડ કરીને જો એપ ચાલુ કરો છો તો આપને માલૂમ પણ નહીં પડે કે તમે કેટલાં મોટા ખતરાંને નોતર્યો છે. સૌથી પહેલાં તો એ વાત જાણી લો કે, જ્યારે કોઇ ફાઇલ ઓફિશિયલી હાજર નથી અને આપ તેની apk ફાઇલ યુઝ કરો છો તો આપ એ નહીં માલૂમ કરી શકો કે, તેમાં શું મોડિફિકેશન કરવામાં આવ્યાં છે. એટલે કે તે વાત સ્પષ્ટ છે કે આ apk ફાઇલ વાળી એપ તેનાં ફોનમાં આસાનીથી મેલવેર, સ્પાઇવેર ઘુસી શકે છે. જે બાદ આપનો પ્રાઇવેટ ડેટા apk ફાઇલ ડેવલપરની પાસે ટ્રાન્સફર થઇ શકે છે.
એટલું જ નહીં જ્યારે પણ કોઇ નવી એપ ડાઉનલોડ કરવામાં આવે છે તો એપ આપનાંથી ઘણી વસ્તુઓની પરમિશન માગે છે જેમાં camera, audio, gallery, contacts, location જેવાં ઓપ્શન આવે છે. તો જો આપ આ પરમિસનને Allow કરો છો તો ડેવલપરને માલૂમ થઇ જાય છે કે, આપ ક્યાં જાઓ છો.. શું કરોછો. એટલે કે ડેવલપરને ફોનનોનો સંપૂર્ણ એક્સેસ મળી જાય છે.