અમેરિકાની જો બિડેન સરકારે પણ ટિકટોક પર પ્રતિબંધ મૂકવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ માટે કાયદાકીય આધારો જ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, સરકારે પેરેન્ટ કંપની બાઈટડાન્સને પત્ર લખ્યો છે કે કંપનીમાં નિશ્ચિત અને મોટો હિસ્સો અમેરિકન કંપનીને વેચવામાં આવે. જો આમ નહીં થાય તો આખા અમેરિકામાં એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.
નિષ્ણાતોના મતે, TikTok સહિત અન્ય ચાઈનીઝ એપ્સ ખતરો છે કારણ કે તેઓ ફોન બુક, લોકેશન, વિડિયો, ફોટો અને ગેલેરી જેવા યુઝર્સની ઘણી એક્સેસ લે છે. ત્યારબાદ આ ડેટા ભારતની બહારના સર્વરમાં જાય છે. ત્યારબાદ આ ડેટા ચીનની સરકાર સુધી પહોંચે છે. ભારતમાં પણ આ એપ પર અશ્લીલ સામગ્રીને પ્રમોટ કરવાના અને ભારતીયોનો ડેટા ચોરી કરવાના આરોપોને કારણે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 69A હેઠળ ભારતમાં તેને પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.