મૂળે, મીડિયા રિપોર્ટ્સ મુજબ, TikTok એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. આ ફીચરમાં TikTokના વીડિયોને સીધો WhatsApp કોન્ટેક્ટ્સમાં મોકલી શકાશે. અત્યાર સુધી આ પ્રકારનું ફીચર નહોતું. જોકે, અત્યાર સુધી એપનું શેર ફીચર યૂઝ કરીને TikTok યૂઝર્સ WhatsApp કે બીજા મેસેન્જર પર વીડિયો શેર કરી શકે છે, પરંતુ આ ફીચર TikTok યૂઝર્સનું કામ સરળ કરી દેશે.
TikTok કેવી રીતે કામ કરે છે? TikTok એક સોશિયલ મીડિયા એપ છે. તેના દ્વારા સ્માર્ટફોન યૂઝર નાના-નાના વીડિયો બનાવે છે અને શેર કરે છે. તેની ખાસ વાત એ છે કે તેની પર યૂઝર પોતાના અવાજમાં વીડિયો નથી મૂકી શકતો. તેને બસ પોતાના હોઠ હલાવવાના હોય છે એટલે કે લિપીસિંક કરવાનું હોય છે. તેની પર વીડિયો અવધિની લિમિટ 15 સેકન્ડ છે.