બજાજ ઓટોએ પોતાની મોટરસાઈકલ CT100નો ભાવ ઘટાડી દિધો છે. જેથી દેશની સૌથી સસ્તી મોટરસાઈકલ બની ગઈ છે. બજાજે પોતાની કિક સ્ટાર્ટ અને<br />ઇલેક્ટ્રિક સ્ટાર્ટ મોટરસાઈકલનો ભાવ ઘટાડી દીધો છે. કિકથી સ્ટાર્ટ થનારી CT100 મોટરસાઈકલનો ભાવ પહેલા 36,403 રૂપિયા હતો. જે ઘટાડીને 32,000 રૂપિયા<br />કરી દીધો છે. જ્યારે ઇલેક્ટ્રિકથી સ્ટાર્ટ થનારી CT100 મોટરસાઈકલનો ભાવ પહેલા 41,114 રૂપિયા હતો. જે ઘટાડીને 39,700 રૂપિયા કરી દીધો છે.