MI SMART BAND 4: MI સીરીઝે અત્યાર સુધી અનેક ફિટનેસ બેન્ડ લૉન્ચ કર્યા છે. જો કે પહેલીવાર હવે કંપની કલર ડિસ્પલેની સાથે ફિટનેશ બેન્ડ લૉન્ચ કરી રહી છે. એમઆઇ સીરીઝમાં Mi Smart Band 4માં કલર ડિસ્પલેની સાથે તમને તેમાં હાર્ટ રેટ ટ્રેકર, સ્ટેપ કાઉન્ટિંગ જેવા અનેક ફિચર્સ મળશે. સાથે જ એમઆઇફિટ એપ દ્વારા આ બેન્ડ તમને iOS અને એન્ડ્રોઇડ ડિવાઝઇથી પણ જોડી શકાય છે. તેની કિંમત 2,299 રૂપિયા છે ફોટો ન્યૂઝ 18
SAMSUNG GALAXY FIT E: સેમસંગએ સ્માર્ટફોનની બજારમાં પહેલા જ પોતાની એક ખાસ ઓળખ ઊભી કરી છે. હવે કંપનીના ફિટનેસ બેન્ડ પણ માર્કેટમાં ખૂબ ડિમાન્ડ છે. ગેલેક્સી ફિટ સીરીઝમાં SAMSUNG GALAXY FIT E ફિટનેસ બેન્ડ કંપનીની ન્યૂ લોન્ચિંગ આઇટમ છે. જેમાં ફિટનેસમાં ઓટો વર્કઆઉટ ટ્રેનિંગની સુવિધા પણ છે. જે ત્રણ એક્ટિવિટીઝ જેમ કે ચાલવું, દોડવું અને વર્કઆઉટને ટ્રેક કરે છે. તેના બાકી ફિચર્સમાં હાર્ટ રેટ ટ્રેકિંગ સામેલ છે. અને તે 50 ટકા વોટર રેસિસ્ટેંસ પણ છે. તેની કિંમત 2,599 રૂપિયા છે. ફોટો ન્યૂઝ 18
Honor Band 5 સ્માર્ટફોન કંપની હોનરે મોબાઇલની સાથે ફિટનેસ બેંડના બજારમાં પણ વિસ્તાર કર્યો છે. કંપનીનું ફિટનેસ બેન્ડ HONOR BAND 5 અનેક ફિટનેસ ટ્રેકિંગ ફિચર્સની લેચ છે. સાથે જ આ બેન્ડ આઇઓએસ અને એન્ડ્રોઇડ ડિવાઇસથી કનેક્ટ પણ કરી શકાય છે. ટ્રૂસ્લિપ, ટ્રૂસેંસ, સ્વિમ રિકાગ્રિશન અને હાર્ટ રેટ ટ્રેકિંગ જેવા ફિચર્સ આ બેન્ડને બેસ્ટ બનાવે છએ. તેની કિંમત 2,999 રૂપિયા છે.
Realme Band : Realme સ્માર્ટફોનની સાથે આ ફિટનેસ બેન્ડ પણ વેચે છે. Realme Bandના ફિચર્સની વાત કરીએ તો તેમાં ટચ સેંસેટિવ ડિસ્પલે છે. જે કોલ, મેસેજ અને રિમાઇન્ડરની સાથે થર્ડ પાર્ટી એપ્સ જેવા વોટ્સઅપ, ટ્વિટર અને ફેસબુક તથા ઇન્સ્ટા નોટિફિકેશન પણ આપે છે. તેમાં હાર્ટ રેટ સેંસર હાજર છે. અને તે કોઇ પણ યૂએસડી ટાઇપ પોર્ટથી પણ ચાર્જ કરી શકાય છે. એક વાર ચાર્જમાં તે 10 દિવસ સુધી બેરોકટોક ચાલતું રહે છે. તેની કિંમત 2,999 રૂપિયા છે. ફોટો ન્યૂઝ 18
GOQII VITAL ECG: GOQII VITAL ECG બેન્ડ વોટ્સઅપ, SMS અને કોલ નોટિફિકેશન સુવિધાથી લેસ છે. નવું GOQii ટ્રેકર મોડલ પર પગ, હાર્ટ રેટ અને તમારી એક્ટિવિટીનો સમય ટ્રેક કર તેની સમીક્ષા કરે છે. આ એપ દ્વારા તમારી પાસે પોષણ વિશેષજ્ઞ, પર્સનલ ટ્રેનર અને વેલનેસ ટ્રેનર પસંદ કરવાનો વિકલ્પ પણ છે. તેની કિંમત 3,324 છે. ફોટો ન્યૂઝ 18