Awain વિશ્વની એકમાત્ર કંપની છે, જે અવેન એસ્ટન માર્ટિન, બેન્ટલી, બુગાટી માસેરાતી, મેબેક, મેકલોરેન, મર્સિડીઝ બેન્ઝ, પોર્શે અને રોલ્સ રોયસ જેવી શાનદાર વૈભવી કારોની ચાવી બનાવે છે. જો તમારી પાસે કરોડોની સુપરકાર હોય અને સુપરકારની જેટલી કિંમતની હોય એટલી કિંમતની ચાવી હોય તો શું કરો, અવેનની ચાવીઓ કિંમતી પત્થરોથી શણગારવામાં આવે છે.
Awainએ રોલ્સ રોયસ ફેન્ટમ કારની ચાવી બનાવી છે, જેની કિંમત લગભગ 3.88 કરોડ રૂપિયા છે. આટલી કિંમતમાં તો ભારતમાં સરળતાથી લેમ્બોર્ગિની હુરાકેન ઇવો ખરીદી શકાય છે. અવેનની ચાવીમાં કિંમતી પથ્થરો ઉપરાંત 175 ગ્રામના 34.5 કેરેટના હીરા જોડાયેલા હોય છે. આ ઉપરાંત અવેન તેમના ગ્રાહકોની ચાવીઓનો કસ્ટમાઇડ કરવાની પણ પરવાનગી આપે છે.
અવેનની સૌથી મહત્વપૂર્ણ ખાસિયત એ છે કે તે દરેક લોકો માટે ચાવી બનાવતી નથી અને તેની રચનાત્મકતા સાથે કોઇ સમાધાન કરતું નથી. અવેને માત્ર એક જ ફેન્ટમ કારની ચાવી બનાવી છે. આ ઉપરાંત કંપની સસ્તી ચાવી પણ બનાવે છે. Awainએ પણ 20 કેરેટ હિરા સાથે 175 ગ્રામ સોનામાં પણ સેરેનિટી નામ કારની ચાવી બનાવી છે. જેની કિંમત 6.21 લાખ રુપિયા છે.