ટાટા હેરિયર....ટાટા હેરિયર 2018માં ઓટો એક્સ્પોમાં H5X કન્સેપ્ટ એસયુવી તરીકે રજૂ કરાઈ હતી. ટાટા હેરિયરને ગેમ ચેન્જર માનવામાં આવે છે. કંપનીએ ટીઝર બહાર પાડી કાર પરથી પડદો ઉઠાવ્યો. ત્યારબાદ ઇન્ટિરિયર ડિઝાઇન અને બાહ્ય લૂક જાહેર કરવામાં આવ્યા. જો કે, કારની કિંમમાં હજુ શંકા છે. હેરિયર કારને લેન્ડ્રોવર ડિસ્કવરી સ્પોર્ટ અને રેન્જરોવર્સ ડી 8 પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે.
ટાટા એચ 7x....ટાટા એચ 7xએ અનેક વખત ભારતમાં પરીક્ષણ દરમિયાન રાખવામાં આવી છે. ટાટાની આ કાર 7-સીટર એસયુવી હશે. જો કે, આ કાર ઓરેગા આર્ક પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે, હાલમાં કાર વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. પરંતુ એવા અહેવાલો છે કે આ મહિન્દ્રા એક્સયુવીને પડકારશે. તેની કિંમત 15-20 લાખ રૂપિયા હોઈ શકે છે. આ કાર 2019ના અંત સુધીમાં લોન્ચ થશે.