ઉનાળામાં પંખા, કુલર અને એર-કન્ડિશનર્સ નવી ડિઝાઇન અને નવીનતમ સુવિધાઓ સાથે આવે છે. તમે બજારમાં વોલ માઉન્ટેડ કૂલર, ક્લાઉડ કૂલર, પોર્ટેબલ એસી અને ફોલ્ડેબલ ફેન જેવી પ્રોડક્ટ્સ તો જોઈ જ હશે, પરંતુ આજે અમે તમને એવી પ્રોડક્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એકદમ નવી છે. આ પ્રોડક્ટનું નામ Sony Reon Pocket 2 છે. તેને ટી-શર્ટ એસી પણ કહેવામાં આવે છે. તમે તેને તમારા ટી-શર્ટમાં ફીટ કરીને આરામથી ફરી શકો છો. તમે તેને ગમે ત્યાં ફિટ કરી શકો છો અને તે ગરમ અને ઠંડી બંને હવા આપે છે.