electric vehicle subsidy : સબસિડી તમામ ઇલેક્ટ્રિક સાયકલ માટે નથી. દિલ્હી સરકારે ચાર કંપનીઓની 11 ઇલેક્ટ્રિક સાયકલ મોડલને મંજૂરી આપી છે, જે અત્યાર સુધી સબસિડી માટે પાત્ર છે. જો કે આવનારા સમયમાં આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. તેમાં Hero Lectro E-Cycle, Nexzoo Mobility Limited, Strider Cycle Private Limited અને Motorvolt Mobility Private Limited જેવી કંપનીઓના મોડલનો સમાવેશ થાય છે.
સબસિડી પહેલાં સરકાર દ્વારા મંજૂર કરાયેલ ઇલેક્ટ્રિક સાયકલ મોડલની કિંમત ₹31,000 થી ₹55,000 સુધીની છે. સબસિડીનો લાભ લેવા માટે, સરકારે એક ઓનલાઈન પોર્ટલ ખોલ્યું છે જેના પર ડીલરો પાત્ર ખરીદદારોની વિગતો દાખલ કરી શકે છે. પોર્ટલના ઉદઘાટનના પ્રથમ દિવસે બુધવારે બે ખરીદદારોની વિગતો અપલોડ કરવામાં આવી હતી, જ્યારે મંજૂર સૂચિમાંથી 20 થી વધુ ઇલેક્ટ્રિક સાયકલ વેચવામાં આવી હતી.