સ્માર્ટફોન આજે આપણા જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે. આજે સ્માર્ટફોનનો ઉપયોગ માત્ર કૉલ કરવા માટે જ નહીં પરંતુ ફોટો શેર કરવા, ખાવાનો ઓર્ડર આપવા અને ટિકિટ બુક કરાવવા માટે પણ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જ જોઇએ કે તમારા સ્માર્ટફોનની એક્સપાયરી ડેટ શું છે અને તમારે નવો સ્માર્ટફોન ક્યારે ખરીદવો જોઈએ.
સ્માર્ટફોન ક્યારે બદલવો જોઈએ? વાસ્તવમાં તે તમારા પર નિર્ભર છે કે તમે ક્યારે તમારો સ્માર્ટફોન બદલવા માંગો છો. ઘણા લોકો સ્માર્ટફોન બદલી નાખે છે અને 3 થી 4 મહિનામાં માર્કેટમાં આવેલ નવો સ્માર્ટફોન ખરીદે છે. પણ જો જોવામાં આવે તો એમાં કશો અર્થ નથી. આમ કરવાથી તમારું બજેટ પણ બગડે છે. નિષ્ણાતોના મતે જ્યાં સુધી સ્માર્ટફોન વાપરી શકાય તેવો છે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો જોઈએ. જો જરૂરી હોય તો, ફોનની ખરાબ બેટરી અને સ્ક્રીનને બદલી શકાય છે.