ફીચર્સ- આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચ ફુલ એચડી+સુપર એમોલેડ+ડિસ્પ્લે ઉપલબ્ધ છે. સેલ્ફી માટે પંચ હોલ કટ આઉટ આપવામાં આવ્યું છે. આ સિવાય Samsung Galaxy M51 માં Snapdragon 730G ચિપસેટ સાથે રજૂ કરવામાં આવ્યો છે. એન્ડ્રોઇડ 10 ઓએસ પર આધારિત આ સ્માર્ટફોન પાવર બેકઅપ માટે 7,000mAh બેટરી આપવામાં આવી છે. જે 25 W ચાર્જિંગ સપોર્ટ કરે છે. આમાં રિવર્સ ચાર્જિંગ પણ ઉપલબ્ધ છે.
કેમેરા- કેમેરા સેટઅપની વાત કરીએ તો રિયર પેનલમાં મળતા કૉર્ડ કેમેરા સેટઅપમાં 64 મેગાપિક્સલની પ્રાઇમરી Sony IMX682 સેન્સર આપવામાં આવ્યું છે. આ સાથે જ 12 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ-એન્ગલ લેંસ, 5 મેગાપિક્સલ મેક્રો લેંસ અને 5 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા પણ છે.