ગેલેક્સી ફોલ્ડના ભાવની વાત કરીએ તો, યુએસમાં તેની કિંમત 1980 યુએસ ડોલર છે, જે રૂપિયામાં જોઇએ તો 1.40 લાખ રૂપિયા થાય છે. ભારતમાં તે પ્રારંભિક કિંમત 1.20 લાખ રૂપિયામાં મળી શકે છે. હ્યુવેઇએ પણ ભારતમાં તેના ફોલ્ડેબલ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોનના લોન્ચિંગને મુલતવી રાખ્યું છે અને તે ક્યારે લોન્ચ થશે તે જોવું રસપ્રદ રહેશે.