સેમસંગે તાજેતરમાં લોન્ચ થયેલા તેના ત્રણ બજેટ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. ગ્રાહકો નવી કિંમતે એમેઝોન, પેટ્ટીએમ મોલ અને સેમસંગની સત્તાવાર વેબસાઇટ પરથી સેમસંગના ત્રણ સ્માર્ટફોન એ 30, એ 20 અને એ 10 ખરીદી શકે છે. મુંબઈના રિટેલર મહેશ ટેલિકોમે ટ્વિટ કર્યું છે કે આ સ્માર્ટફોન્સની કિંમત ઓછી છે.
સેમસંગ ઓનલાઇન શોપ અને એમેઝોન પર સેમસંગ એ 10 સ્માર્ટફોન 7,990 રૂપિયામાં છે. આ ફોન કંપનીએ 8,490 રુપિયામાં લોન્ચ કર્યો હતો. આ ફોન પર 500 રૂપિયાનો ઘટાડો થયો છે. ગેલેક્સી એ 20 સ્માર્ટફોનની કિંમત રૂ. 11,490 છે, આ પહેલા 12,490 રૂપિયા હતી. એટલે કે આના પર 1 હજાર રૂપિયા ઘટાડો કર્યો છે. હવે, ગેલેક્સી એ 30ની વાત કરીએ તો ગ્રાહક તેને રૂ.15,490માં ખરીદી શકે છે, જેની કિંમત 16,990 રૂપિયા હતી. આ ફોનની કિંમતમાં રૂ. 1500નો ઘટાડો થયો છે.