નેટફ્લિક્સે તાજેતરમાં જ ભારતમાં તેની મોબાઇલ-ઓનલી સબ્સ્ક્રિપ્શન યોજના રજૂ કરી છે. આ યોજના હેઠળ યૂઝર્સોને એસડી ગુણવત્તાની સામગ્રીને સ્ટ્રીમ કરવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. આ યોજનાની કિંમત માત્ર 199 રૂપિયા રાખવામાં આવી છે. આ યોજના દ્વારા યૂઝર્સ ટેબ્લેટ અથવા સ્માર્ટફોન પર નેટફ્લિક્સ કન્ટેન્ટને જોઈ શકે છે. જો કે લોકપ્રિય સેક્રેડ ગેમ્સની બીજી સિઝન નેટફ્લિક્સ પર આવી ગઇ છે. આવી સ્થિતિમાં તમે આ સસ્તા પ્લાનની મદદથી બીજી સીઝનનો આનંદ માણી શકો છો. જાણો આ યોજનાને કેવી રીતે સક્રિય કરવી.
નેટફ્લિક્સ અનુક્રમે 499 રુપિયા, 649 રુપિયા અને 799 રુપિયાનો મહિનાનો પ્લાન, બેઝિક, સ્ટાન્ડર્ડ અને પ્રીમિયમ યોજનાઓ આપે છે. એક સ્ક્રીન ફક્ત 499 રૂપિયામાં, 649 રૂપિયાવાળા પ્લાનમાં 2 સ્ક્રીન અને 799 રૂપિયાવાળા પ્લાનમાં 4 સ્ક્રીન મળે છે. જો કે આ યોજનાઓને ટેબ્સ અને સ્માર્ટફોન ઉપરાંત લેપટોપ અને ટીવી પર પણ એક્સેસ કરી શકાય છે.
આ રીતે એકટિવેટ કરો નેટફ્લિક્સનો મોબાઈલ ઓનલી પ્લાન: 1. નેટફ્લિક્સ વેબસાઇટ અથવા એપ્લિકેશન ખોલો, 2. 'ટ્રાઇ 30 દિવસ ને સિલેક્ટ કરો, 3. ત્યાથી 'સી ધ પ્લાન્સ' પર જાઓ, 4. ત્યારબાદ મોબાઇલ> કન્ટિન્યૂ પર જાઓ, 5. આ બાદ એકાઉન્ટ બનાવો અને પૂછવામાં આવેલી માહિતી ભરો, 6. ત્યારબાદ ચુકવણીની વિગતો ભરો અને આગળ વધો, ત્યારબાદ તમે નેટફ્લિક્સ પર કન્ટેન્ટ જોઇ શકશો. સાથે જ તમે ઇચ્છો તો ટ્રાયલ ડેઝ થયા બાદ પણ પ્લાન કેન્સલ કરી શકો છો.