રિલાયન્સ જિઓ (Reliance Jio) ગ્રાહકોની સુવિધા માટે અનેક સસ્તા પ્લાન લાવે છે. સાથે જ જિઓ પોતાની એપમાં (jio app) ઘણી એવી સુવિધાઓ આપે છે જેના ઉપયોગથી ગ્રાહકોની મોટાભાગની સમસ્યાઓ સરળ બની જાય છે. જિઓના કરોડો ગ્રાહકો છે પરંતુ હજી એવા ઘણાં ગ્રાહકો છે જેમને તેમને મળતી તમામ સુવિધાની જાણ નથી. જિઓ પોતાના યૂઝર્સને એવી સુવિધા પણ આપે છે કે, જેનાથી તેઓ બોલીને પણ ઘણાં કામ કરાવી શકે છે. રિચાર્જ કરવાનું હોય કે કોલર ટ્યૂન (callertune) સેટ કરવાની હોય, જિઓ સિમ (jio sim) યૂઝર્સ ઘણાં કામ માત્ર કમાન્ડ આપીને જ કરાવી શકે છે.
યૂઝર્સ ફોન ઉઠાવ્યાં વગર જ માત્ર કમાન્ડ આપીને ફોન રિચાર્ડની જાણકારી, બિલનું પેયમેન્ટ અને જિઓ સિનેમાનો લાભ લઇ શકે છે. આટલું જ નહીં, યૂઝર્સ આસિસ્ટન્ટને એ પણ પૂછી શકે છે કે, Jio Tune કઇ રીતે સેટ કરી શકાય છે કે અન્ય કોઇ વ્યક્તિનું જિઓ રિચાર્જ કઇ રીતે કરી શકાય છે. જાણકારી માટે જણાવીએ કે, જિઓની આ સર્વિસ હિંદી અને અંગ્રેજીમાં છે.
તો આપણે પણ જાણીએ કે, Hello Jio વોઇસ આસિસ્ટન્ટમાં મોબાઇલ રિચાર્જ, મ્યૂઝિક અને મૂવા પ્લે કરવી, કોલ કરવા જેવું કામ થઇ શકે છે. આ ફીચરની મદદથી તમે મોબાઇલમાં એલાર્મ પણ સેટ કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા તમારે એન્ડ્રોઇડ ફોનમાં ‘My Jio App’માં જવાનું રહેશે. તે બાદ ‘My Jio Search’ બોક્સમાં એક માઇક્રોફોનનું સિમ્બોલ હશે ત્યાં ટેપ કરો. જેની પર ટેપ કર્યા બાદ તમને વિવિધ ઓપ્શન મળશે. જેમાં ‘Recharge my number, Recharge for a friend, I want to pay my bill, What is my data balance જેવા ઓપ્શન મળશે. આમા તમે માઇક પર ટેપ કરીને કમાન્ડ આપીને આમાંથી કોઇપણ કામ કરાવી શકો છો.(નોંધ - ન્યૂઝ18ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટનો ભાગ છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની છે.)