ટેલિકોમ ઉદ્યોગમાં (Telecom Industry) હરીફાઈ વધી રહી છે. વધારે સંખ્યમાં મોબાઇલ વપરાશકર્તાઓને આકર્ષિત કરવા માટે ટેલિકોમ કંપનીઓ ઘણા સસ્તા પ્લાન આપી રહી છે. જ્યારે પણ આપણે સસ્તા પ્લાન અંગે વિચારીએ છીએ તો સૌથી પહેલું નામ રિલાયન્સ જિઓનું (Reliance jio) આવે છે. થોડા સમય પહેલા સસ્તા મોબાઇલ ડેટાના પ્લાન (mobile Data plan) શરૂ કરીને ટેલિકોમ ઉદ્યોગમાં ખળભળાટ મચાવી દીધો હતો. જિઓમાં એક રિચાર્જ પેક એવો પણ છે કે જેમાં, 1 જીબી ડેટા માટે ફક્ત 3.5 રૂપિયા ખર્ચ થાય છે. તો ચાલો જાણીએ Jioના 599 રૂપિયાના રિચાર્જ પ્લાન વિશે.
599 રુપિયાનો રિચાર્જ પ્લાન - રિલાયન્સ જિઓના આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. 599 રૂપિયાનો આ પ્લાન ઘણો ચર્ચામાં પણ છે. આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં યુઝર્સને કુલ 84 દિવસમાં 168 જીબી ડેટા મળે છે. એટલે કે, 599 રૂપિયાવાળા આ પ્લાનમાં યુઝર્સે 1 જીબી ડેટા માટે ફક્ત 3.57 રૂપિયા ખર્ચ કરવા પડશે.
જાણો આના ફાયદા - 599 રૂપિયાવાળા આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, વપરાશકર્તાઓને જીઓ એપ્સ પણ મફતમાં મેળવી શકે છે. એટલે કે, તમે JioTV, Jio Cinema, JioSaavn, JioNews અને JioCloud જેવી એપ્લિકેશન્સનો મફતમાં સબ્સ્ક્રિપ્શનનો લાભ લઈ શકો છો. (નોંધ- ન્યૂઝ18ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે જ છે.)