

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો (Reliance Jio)એ પોતાના સ્પેશલ ટેરિફ વાઉચરની પ્રાઇસમાં ફેરફાર કર્યો છે. રિલાયન્સ જિયો તરફથી આ વર્ષે જૂનમાં યૂઝર્સ માટે Disney+ Hotstar VIP એડ ઓન પેક લૉન્ચ કરવામાં આવ્યું હતું. કંપની આ સ્પેશલ ટેરિફ વાઉચરને ત્યારે 222 રૂપિયામાં ઓફર કરી રહી હતી. પરંતુ હવે સબ્સક્રાઇબર્સને તેના માટે 33 રૂપિયા વધુ આપવા પડશે. એટલે કે રિલાયન્સ જિયોએ પોતાના સ્પેશલ ટેરિકનો ભાવ હવે 255 રૂપિયા કરી દીધો છે. તેની સાથે જ તમે ફ્રીમાં IPLનો આનંદ Disney+ Hotstar VIP પર લઈ શકો છો.


My Jio એપમાં જોવા મળી રહ્યું છે સ્પેશલ ટેરિફ - My Jio એપમાં નવી પ્રાઇઝ હવે આ સ્પેશલ ટેરિફ જોવા મળી રહ્યા છે અને યૂઝર્સ નવા ભાવ પર તેને રિચાર્જ કરાવી શકે છે. જિયો (Reliance Jio)એ આ પ્રીપેડ પ્લાન (Jio Prepaid Plans)માં 15GB હાઇ સ્પીડ અનલિમિટેડ ડેટા આપ્યો છે. આ ડેટા ખતમ થયા બાદ યૂઝર્સની સ્પીડ ઘટીને 64kbps રહી જાય છે. આ પ્લાન યૂઝર્સને હાલના પ્લાનની વેલિડિટી સુધી એડ ઓન છે અને તેની સાથે Disney+ Hotstar VIPનું એક વર્ષનું સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.


જૂનમાં લૉન્ચ થયો હતો પ્લાન - રિલાયન્સ જિયો (Reliance Jio)એ 222 રૂપિયાના ભાવ પર Disney+ Hotstar VIP એડ ઓન પેક હાલના એન્યૂઅલ યૂઝર્સ માટે લૉન્ચ કર્યો હતો. કારણ કે Disney+ Hotstar VIP પેક્સ માત્ર હાલમાં જ લૉન્ચ થયેલા પ્રીપેડ પ્લાન્સ પર મળી રહ્યો હતો. એવામાં જિયોએ તે યૂઝર્સને પણ ઓપ્શન આપ્યું હતું, જે પહેલા એન્યૂઅલ રિચાર્જ કરાવી ચૂક્યા છે.


આ પ્લાન્સ ઉપર પણ ઓપ્શન - કંપની (Reliance Jio)એ પોતાના પ્રીપેડ પ્લાન સપ્ટેમ્બરમાં બાકી ગ્રાહકો માટે પણ એક્સપાન્ડ કરી દીધો. જિયો પ્રાઇમ (Jio Prime) એક્સક્લૂસિવ ટેરિફ વાઉચર્સ હવે 2399 રૂપિયા, 2121 રૂપિયા, 1699 રૂપિયા, 999 રૂપિયા, 599 રૂપિયા, 555 રૂપિયા અને 444 રૂપિયા ઉપર પણ એપ્લિકેબલ છે. જો તમે પણ Disney+ Hotstar VIPનું સબ્સક્રિપ્શન ઈચ્છો છો તો એલિજિબલ થવા પર 255 રૂપિયાવાળા પ્લાન (Jio Recharge Plans)નો ફાયદો ઉઠાવી શકો છો.