ચીનની સ્માર્ટફોન નિર્માતા Xiaomi એ તેની વાય સિરીઝનો Redmi Y3લોન્ચ કર્યો છે. જે ગયા વર્ષે લોન્ચ થયેલ રેડમી વાય 2 નું અપગ્રેડ કરેલું મોડેલ છે. રેડમી વાય 3 ની સુવિધાઓ વિશે વાત કરીએ તો તેમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. જેમા 4000 એમએએચ બેટરી છે. ફોનની ડિસ્પ્લે પર ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન છે. ચાલો આ ફોન વિશે વિગતવાર જાણીએ.
ફોનમાં 6.26 ઇંચ એચડી પ્લસ ડોટ-લૂક ડિસ્પ્લે મળશે. ડિસ્પ્લે પર ગોરિલા ગ્લાસ 5 રક્ષણ છે. આ ફોન બોલ્ડ રેડ, પ્રાઇમ બ્લેક અને એલિગેન્ટ બ્લુ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. ફોનમાં એક જ સમયે 2 સિમ કાર્ડ્સ સાથે મેમરી કાર્ડનો ઉપયોગ કરી શકશે. તમને આમા ત્રણ સ્લોટ મળશે. ક્યુઅલકોમનો ઓક્ટાર્ક 632 પ્રોસેસર ફોનમાં મળશે.