શિયોમીએ તાજેતરમાં રેડમી નોટ 7 એસને લોન્ચ કર્યો છે. આ ફોનનો આજે બીજો સેલ છે. આ સેલ આજે બપોરે 12 કલાકે શરૂ થશે, જેમા ગ્રાહક અનેક ઓફરો લાભ લઇ શકે છે. ગ્રાહકો Flipkart અને mi.com બંને પરથી Redmi Note 7Sને ખરીદી શકે છે. Mi. કોમથી ખરીદવા પર ગ્રાહકોને 799 રુપિયાનું MI Protect અને જો ફ્લિપકાર્ટથી ખરીદે છે તો એક્સચેન્જ ઓફર હેઠળ 10,450 રુપિયાના ડિસ્કાઉન્ટ સાથે મળશે. એટલું જ નહીં ગ્રાહક આ ફોનને દર મહિને 366 રુપિયાના ઇએમઆઇ પર પણ ખરીદી શકે છે.