શિયોમીએ 5 ડિસેમ્બરે પોતાના Redmi 6 શ્રેણીના ત્રણ સ્માર્ટફોન Redmi 6, Redmi 6A, Redmi 6 pro ફોન લોન્ચ કર્યો હતો. કંપનીએ આ ફોન્સના કમાલના ફિચર્સ અને સ્પેસિફિકેશન આપ્યો છે. આ ફોનની કિંમત પણ ગણી ઓછી છે. જેને તમે સરળતાથી ખરીદી શકો છો. આ ત્રણે ફોનમાંથી બે ફોન એમેઝોન ઇન્ડિયા માટે એક્સક્લૂસિવ છે. જ્યારે એક ફોન ફ્લિપકાર્ટ ઉપર વેચાશે. આ ફોનમાંથી એક Redmi 6 ને આજે એટલે કે 17 સપ્ટેમ્બરના દિવસે ફ્લિપકાર્ટ ઉપર 12 કલાકે સેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીએ આ ફોનનો પહેલો સેલ 10 સપ્ટેમ્બરે રાખી હતી. ફોન સાથે લોન્ચ ઓફર પણ રજૂ કરવામાં આવી રહી છે.