ફ્લિપકાર્ટ પર મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક સેલ ચાલી રહ્યો છે. આ સેલ પર ગ્રાહકો મોબાઈલ પર મોટા ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકે છે. આ સેલમાં Oppo, Realme અને Redme જેવી બ્રાંડના મોબાઈલ પર મોટૂં ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલમાં સૌથી સસ્તા મોબાઈલની વાત કરવામાં આવે તો, રેડમી 10 પહેલા કરતા પણ વધારે સસ્તો મળી રહ્યો છે.
કેમેરાની વાત કરવામાં આવે તો રેડમી 10 મોબાઈલના પાછળના ભાગમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સેન્સર સાથે 2 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરા સેન્સર મળશે. આ સિવાય સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે Redmi 10માં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેન્સર આપવામાં આવ્યો છે.