રિયલમી (Realme) ભારતમાં આજે તેની નવી ફ્લેગશિપ સ્માર્ટફોન Realme X7 Max 5G લોન્ચ કરવાની તૈયારીમાં છે. ફોનની લોન્ચિંગ બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. ફ્લિપકાર્ટ પર આ ફોનને લિસ્ટ કરવામાં આવ્યો છે. જેથી આ ફોનનાં ફિચર્સ માલૂમ પડે છે. ખાસ વાત એ છે કે, આ ફોન ભારતનો પહેલો એવો સ્માર્ટફોન છે. જે MediaTek Dimensity 1200 પ્રોસેસરની સાથે આવશે. સાથે જ તેમાં કેમેરા 64 મેગાપિક્સલનો ત્રિપલ રેર કેમેરા અને પાવર માટે 50Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ હતો. આવો જાણીએ ક્વિન ફીચર્સની સાથે આવી શકે છે. નવો 5G ફોન રિયલમી X7 મેક્સ...
જેમાં 6.43 ઇંચ ફૂલ HD+ AMOLED ડિસ્પ્લે મળે છે. જે 120Hz રિફ્રેશ રેટ અને પંચ હોલ કટઆઉટની સાથે આવશે. ફોનમાં મીડિયાટેક ડાઇમેંશન 1200 પ્રોસેસરની સાથે 12GB સુધીની રેમ અને 128GB સુધીનું સ્ટોરેજ મળશે. ફ્લિપકાર્ટ પર બનેલાં પેજથી આની પુષ્ટિ થાય છે કે રિયલમીએ નવાં ફોન માટે રેસિંગ ગેમ એસફાલ્ટ 9 લીજેન્ડ્સની સાથે પાર્ટનરશિપની છે.
પાવર માટે સ્માર્ટફોનમાં 50 વોટ સુપરડર્ટ ચાર્જિંગ મળશે. જે માટે કંપનીએ દાવો કર્યો ચે કે ફોન 16 મિનિટમાં જ 0થી 100 ટકા ચાર્જ થઇ જાય છે. સ્માર્ટફોનમાં બે 5G સિમ કાર્ડને સપોર્ટ કરશે. ડિવાઇઝની થિકનેસ 8.44 મિલીમીટર અને વજન 179 ગ્રામ છે. રિયલમી એક્સ 7 મેક્સમાં મીડિયાટેક ડાઇમેન્સિટી 1200 પ્રોસેસર આપવામાં આવશે જે 6nm ચિપ પર બેસ્ટ છે.
કેટલો હોઇ શકે છે ભાવ- કહેવાય છે કે, રિયલમી X7 Max 5G, ચીનમાં લોન્ચ થયો Realme GT Neo સ્માર્ટફોનનો રીબ્રેન્ડેડ વર્ઝન હશે. રિયલમી GT Neoનો ભાવ RMB 1,799 આશરે 20,500 રૂપિયા છે. આ ભાવ 6GB/128 GB વાળા બેઝ મોડલ જ્યારે 12GB/256GB મોડલનો ભાવ RMB 2,299 આશરે (26,100 રૂપિયા) છે. એવામાં માનવામાં આવે છે કે, ભારતમાં રિયલમી X7 મેક્સનો ભાવ આશરે 27,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવી શકે છે.