ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની રિયલમીએ થોડા દિવસ પહેલા જ ભારતમાં તેનો નવો સ્માર્ટફોન રિયલમી એક્સ રજૂ કર્યો છે. આ ફોનનો આજે એટલે કે 24 જુલાઈએ પ્રથમ સેલ છે. રિયલમી એક્સને રિયલમીની વેબસાઇટ અને ફ્લિપકાર્ટથી ખરીદી શકાય છે. 18 જુલાઈએ કંપનીએ ફેન્સ માટે હેટ-ટુ-વેઇટ સેલનું આયોજન કર્યું હતું જેમાં આ ફોનનો સેલ થયો હતો.
આ ઉપરાંત તેમાં 6.53 ઇંચની સંપૂર્ણ એચડી પ્લસ ઍમલોડ ડિસ્પેલે હશે. જેનું રિઝોલ્યુશન 1080x2340 પિક્સેલ્સ હશે. તેમા ગોરિલા ગ્લાસ 5 ડિસ્પ્લે ઉપલબ્ધ થશે. આ ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. પ્રોસેસર વિશે વાત કરીએ તો રિયલમી એક્સમાં ક્યુઅલકોમ ઓક્ટાર્ટ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર મળશે. તેમાં 8 જીબી રેમ અને 128 જીબી સુધીની સ્ટોરેજ મળશે.