Realme Narzo 50 5G Launched: રિયલમીએ તેના બે નવા સ્માર્ટફોન વનીલા Realme Narzo 50 5G અને રિયલમી નાર્ઝો પ્રો વેરિઅન્ટને લોન્ચ કર્યા છે. આ બંનેમાંથી સસ્તા ફોનની વાત કરીએ તો Realme Narzo 50 5G ત્રણ વેરિઅન્ટમાં આવે છે. તેના 4GB + 64GB વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા, 4GB + 128GB વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા અને 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે. ફોન ભારતમાં તેની પ્રથમ સેલ માટે 24 મેથી Amazon India, Realme.com અને રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે.