Realme GT 2 Pro આજે પ્રથમ વખત સેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે, વેચાણ Flipkart, realme.com પર બપોરે 12 વાગ્યે શરૂ થઈ ગયું છે. ભારતમાં Realme GT 2 Proના બેઝ વેરિઅન્ટ 8GB + 128GB સ્ટોરેજ મોડલ માટે કિંમત 49,999 રૂપિયા અને તેના 12GB + 256GB સ્ટોરેજ ઓપ્શનની કિંમત 57,999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહક આ ફોનને પેપર ગ્રીન, પેપર વ્હાઇટ અને સ્ટીલ બ્લેક કલર ઓપ્શનમાં ખરીદી શકે છે.
રિયલમી GT 2 Proમાં 6.7-ઇંચની LTPO2 AMOLED ડિસ્પ્લે છે અને તે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. તે HDR10+ અને 1400 નિટ્સની પીક બ્રાઇટનેસ ધરાવે છે. રિયલમીનો દાવો છે કે તેનો રિફ્રેશ રેટ સ્ક્રીનના કન્ટેન્ટ અનુસાર બદલાશે. તેની ડિસ્પ્લે 2K રિઝોલ્યુશન અને 1440×3216 પિક્સલ સાથે આવે છે. આ ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ સાથે આવે છે, જે એન્ડ્રોઇડ ફોનનું સૌથી ટફ પ્રોટેક્શન હોવાનું કહેવાય છે.
કેમેરાની વાત કરીએ તો રિયલમી જીટી 2 પ્રોમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. તેના મેઇન કેમેરાને 50 મેગાપિક્સલનો સોની IMX766 સેન્સર મળે છે, જેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન, અલ્ટ્રા-વાઇડ કેમેરા અને માઇક્રો-લેન્સ કેમેરા જેવા ફીચર્સ મળે છે, જે 40X મેગ્નિફિકેશન સાથે આવે છે.