નવી દિલ્હી: Realmeએ ભારતમાં તેનો નવો સ્માર્ટફોન Realme 9i લોન્ચ (Realme 9i Launch) કરી દીધો છે, જે Realme 8iનું અપગ્રેડેડ વર્ઝન છે. Realme 9iને ભારતીય બજારમાં સ્નેપડ્રેગન 680 પ્રોસેસર (Snapdragon 680 Processor) સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. સ્નેપડ્રેગન 680 પ્રોસેસર સાથેનો આ ભારતનો પહેલો ફોન છે. Realme 9iમાં Realme 8iની સરખામણીમાં 33% ચાર્જિંગ સ્પીડ વધારે છે. કારણ કે Realme 9i સાથે 33W ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ દમદાર ફોનના ફીચર્સ (Features) અને કિંમત (Price) વિશે.
Realme 9iના ફીચર્સ : Realme 9i માં Android 11 આધારિત Realme UI 2.0 આપવામાં આવ્યું છે. તેમાં 2400x1080 પિક્સેલના રિઝોલ્યુશન સાથે 6.6-ઇંચની ફૂલ HD+ ડિસ્પ્લે છે. ડિપ્સ્લેની બ્રાઇટનેસ 480 નિટ્સ અને રિફ્રેશ રેટ 90Hz છે. સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 680 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 6nm પ્રોસેસ પર બનેલું છે. આ ફોનમાં 6GB LPDDR4X રેમ સાથે 128GBની UFS 2.1 સ્ટોરેજ છે. ફોનની સ્ટોરેજને 1TB સુધી વધારી શકાય છે. ફોન Realmeની દમદાર ડાયનેમિક રેમ એક્સપેન્સન (DRE) ટેક્નોલોજીને પણ સપોર્ટ કરે છે, જેમાં 6GB મેમરીને 5GB સુધી વધારી શકાય છે.
Realme 9iની કિંમત અને સેલ : ભારતમાં Realme 9iના બેઝ 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 13,999થી શરૂ થાય છે. જ્યારે હાઇ-એન્ડ 6GB RAM + 128GB સ્ટોરેજ મોડલની કિંમત રૂ.15,999 છે. આ ફોન 25 જાન્યુઆરીથી પ્રિઝમ બ્લેક અને પ્રિઝમ બ્લુ કલર ઓપ્શનમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે. આ ફોન ફ્લિપકાર્ટ અને Realme.com પરથી પ્રારંભિક સેલ (22 જાન્યુઆરીએ) દ્વારા ખરીદી શકાય છે. ICICI બેંક કાર્ડ ધારકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
રીઅલમી 8i અને રીઅલમી 9i વચ્ચે તફાવત : Realme 9i 50MP ટ્રિપલ કેમેરા સાથે આવે છે. આ ઉપરાંત, તમને સ્નેપડ્રેગન 680 ચિપ મળશે. જ્યારે Realme 8i MediaTek G96 સાથે આવે છે. જોકે, તમે પહેલાથી જ Realme 8i વાપરી રહ્યા છો, તો પછી Realme 9i લેવાની જરૂર રહેતી નથી. કારણ કે તેમાં 5G કનેક્ટિવિટી નથી. તમે આ રેન્જમાં વધુ સારી ડિસ્પ્લે સાથે 5G-એનેબલ ડિવાઇસ લઇ શકો છો.