

રિયલમે 3 પ્રો ને સેલ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. આજે બપોરે 12 વાગ્યાથી સેલ શરૂ થશે. ગ્રાહકો આ રિયલમીને ફ્લિપકાર્ટ અને Realme.com બંને પરથી ખરીદી શકશે. આ કંપનીનો બજેટ સેગમેન્ટ છે, જેની ખરીદી પર અનેક ઓફર છે. ફ્લિપકાર્ટથી ફોનની ખરીદી પર એક્સચેંજ ઓફરો મેળવી શકાય છે. જૂનો ફોન આપીને ગ્રાહકો 15,850 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ ઉપરાંત આ ફોનને દર મહિને રૂ. 532 ના ઇએમઆઈ પર પણ ખરીદી શકાય છે. આ ઉપરાંત મોબિક્વિક વૉલેટનો ઉપયોગ કરવા પર રૂ. 1,500 નું સુપર કેશ પણ આપવામાં આવી રહ્યું છે.


ઓફર્સની વાત કરીએ તો ગ્રાહક એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે તો તેને 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. રિયલમી 3 પ્રોમાં 4 જીબી રેમ + 64 જીબી અને 6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે.


Realme 3 Pro માં 6.3 ઇંચની ડિસ્પ્લે છે. સાથે જ આ સ્નૈપડ્રૈગન 710 પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેંસર અને 3960 એમએએચની બેટરી આપવામાં આવી છે.


રિયલમી 3 સીરીઝમાં પાછળ ક્વર્ડ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3ડી પ્રોટેકશન આપવામાં આવ્યું છે. પાછળ ફિંગરપ્રિન્ટ સાથે ગ્રેડિએન્ટ ફિનિશ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં મીડિયા ટેક પી7 પ્રોસેસર છે.


ફોટોગ્રાફી માટે ફોનમાં, સોની આઇએમએક્સ 519 સેન્સર (જે વનપ્લસ 6T માં છે) 16 એમપી +5 એમપી રિયર કેમેરા અને 25 એમપી સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં ત્રણ કલર કાર્બન ગ્રે, નાઇટ્રો બ્લૂ અને લાઇટનિંગ પર્પલ કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.