રિયલમી 5ના કૅમેરાની વાત કરીએ તો તેમાં ચાર કૅમેરા છે. ફોનમાં 12 મેગાપિક્સલનો પ્રાઇમરી કૅમેરો છે. આ ઉપરાંત 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કૅમેરો છે. ક્વાડ કૅમેરા સેટઅપમાં 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનો પોટ્રેટ લેન્સ પણ છે. તેના આગળના ભાગમાં 13 મેગાપિક્સલનો પંચ હોલ સેલ્ફી કૅમેરો આપવામાં આવ્યો છે.