રિઅલમીનાં બે ઉત્તમ સ્માર્ટફોન રિઅલમી 7 (Realme 7) અને રિઅલમી 7 પ્રો (Realme 7 Pro) લોન્ચ થઇ ગયો છે. આ બંને સ્માર્ટફોન બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. મિરર સિલ્વર અને મિરર બ્લૂ. સ્માર્ટફોનમાં 4500mAhની પાવરફૂલ બેટરી આપવામાં આવી છે. રિઅલમી 7 સીરીઝનાં આ બંને સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેમનું 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. જે માત્ર 35 મિનિટમાં ફોન ફૂલી ચાર્જ કરી દે છે. આ બંને ફોન બે વેરિયન્ટમાં લોન્ચ થયા છે. કંપનીનું કહેવું છે કે, આ ટેક્નોલોજી ફક્ત 15 મિનિટમાં ફોનને 0થી 58% ચાર્જ કરી દેશે.
કેમેરા- Realme 7 Pro માં ક્વોડ રેર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 64 મેગાપિક્સલનાં પ્રાઇમરી Sony IMX 682 સેન્સર ,8 મેગાપિક્સલનાં અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ, 2 મેગાપિક્સલનાં ડેપ્થ સેન્સર અને 2 મેગાપિક્સલનાં મેક્રો સેન્સર છે. ફ્રન્ટ કેમેરામાં સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે જે 85 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ લેન્સની સાથે આવે છે. રિઅલમીનાં આફોનમાં વિડિયો માટે અલ્ટ્રા સ્કેપ નાઇટ વિડિયોમોડ આપવામાં આવ્યો છે જેનાંથી રાત્રે ઉત્તમ ક્વોલિટીનો વીડિયો રેકોર્ડ થાય છે.
Realme 7નાં ફિચર્સ-ફોનમાં હીલિયો G95 પ્રોસેસર છે. ફોનમાં સાઇડમાં પાવર બટનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર ઇન્ટિગ્રેટેડ છે. ફોનને 6 GB રેમ અને 64GB સ્ટોરેજ તેમજ 8GB રેમ અને 128GB સ્ટોરેજની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. રિઅલમી 7ને પાવર આપવા માટે 5000mAh બેટ્રી આપવામાં આવી છે જે 30w ડાર્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે 65 મિનિટમાં જ બેટરી 0 થી 100% ચાર્જ થઇ જાય છે.